12 જામનગર લોકસભાના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમનું દેવભૂમિ દ્વારકા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જંગી જનમેદની ઉમટી હતી અને પૂનમબેનને જંગી લીડ સાથે જીતાડવા દ્રઢ નિશ્ર્ચિત કર્યો હોય તેમ કાર્યકરો તેમજ અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ પૂનમબેન માડમે આ તકે ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો. અને દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લાં દશ વર્ષમાં થયેલ વિકાસ ગાથા અંગે નાગરિકો સાથે ચર્ચા કરી હતી. આ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટન સમારોહ પ્રસંગે દ્વારકાના વિવિધ સમાજના અગ્રણીઓ -હોદેદારો – તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું સ્વાગત કર્યુ હતું. અને જંગી લીડ સાથે વિજેતા થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપા દ્વારા પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમને શહેર – જિલ્લામાં રેલીઓ તેમજ જનસભામાં પ્રચંડ જનમસમર્થન મળી રહ્યું છે લોકો સ્વયંભ પૂનમબેનની રેલી તેમજ જનસભામાં જોડાઈ રહ્યા છે. તેમજ તેમના પ્રચાર દરમિયાન પણ નાગરિકો ઉમળકાભેર તેમનું સ્વાગત કરી રહ્યા છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકરો તેમજ નાગરિકોમાં પૂનમબેન માડમની જન સભા તેમજ રેલીને લઇ અનેરો ઉત્સાહ છવાયેલો જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પણ પૂનમબેન માડમને અભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું હોય તેમ ભાજપાના કાર્યકરો તથા વિસ્તારના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિશાળ જનમેદની એ પૂનમબેન માડમની જંગી લીડ સાથેની જીત નિશ્ચિત કરી હોય તેવો માહોલ છવાયો હતો.
જામનગર લોકસભાના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લામાં પ્રચાર – પ્રસાર ચાલી રહ્યો છે જેમાં 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં અભૂતપૂર્વ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. સમગ્ર મત ક્ષેત્રમાં પૂનમબેન માડમને રેલી તથા જનસભામાં લોકો દ્વારા પૂનમબેનને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. તેમજ નાગરિકોની સાથે સાથે વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
જામનગર લોકસભા બેઠક હેઠળના દ્વારકા વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પુનમબેન માડમ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દ્વારકા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ઉદૃ્ઘાટન સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો સાથે પૂનમબેન માડમ એ સંવાદ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષની અંદર રચાયેલ વિકાસગાથામાં વધુ નવા પ્રગતિના અધ્યાય ઉમેરવા માટે દ્વારકાના લોકોમાં અપાર ઉત્સાહ છે જે નિશ્ચિતપણે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે ભવ્ય જીત અપાવશે.
આ કાર્યક્રમમાં જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરત ગોજીયા, સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇ, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ, દ્વારકા પ્રભારી રમેશભાઈ હેરમાં, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, લોહાણા અગ્રણી દ્વારકાદશભાઈ રાયચુરા સહીત સામાજિક સંસ્થાના હોદેદારો, સંતો-મહંતો, આગેવાનો, દ્વારકાના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.