દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને હાથ ધરવામાં આવેલી નાસતા ફરતા આરોપીઓ અંગેની કાર્યવાહીમાં એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા જિલ્લામાંથી આવા આરોપીઓને ઝડપી લેવા માટે ચોક્કસ ટીમ બનાવી અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી વર્કઆઉટ કરી, કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અંતર્ગત દ્વારકામાં ચોક્કસ ગુનાના આરોપી એવા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રમેશ ભીખુભાઈ કાગડિયા નામના શખ્સને અદાલતે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ આરોપી રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. સજા દરમિયાન ઉપરોક્ત શખ્સએ હાઇકોર્ટમાંથી ગત તારીખ 23 જાન્યુઆરી 2023 ના રોજ 15 દિવસની પેરોલ રજૂ રજા મંજૂર કરાવી અને તારીખ 4 માર્ચ 2023 ના રોજ ઉપર જેલ મુક્ત થયો હતો. આ અંગેનો સમયગાળો તારીખ 20 માર્ચ 2023 ના રોજ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ આરોપી રમેશ ભીખુ કાગડિયા જેલમાં પરત હાજર થયો ન હતો. જેને અનુલક્ષીને સ્થાનિક ગુના શોધક શાખાના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, અરજણભાઈ મારુ તથા ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શાખાને ઝડપી લઇ અને જરૂરી કાર્યવાહી બાદ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ.દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, અરજણભાઈ ચંદ્રવાડીયા, અરજણભાઈ મારુ, ડાડુભાઈ જોગલ, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ તથા ક્રિપાલસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.