Monday, December 23, 2024
Homeરાજ્યહાલારરાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કાળિયા ઠાકોરજીને શીશ ઝુકાવ્યું

રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કાળિયા ઠાકોરજીને શીશ ઝુકાવ્યું

શારદામઠ ખાતે શંકરાચાર્યજીની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર તથા રાજ્યસભાના સાંસદ તેમજ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણીએ ગઈકાલે ગુરુવારે સાંજે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે પધારી, જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીને શીશ ઝુકાવ્યું હતું તેમજ ઠાકોરજીની પાદુકાનું પૂજન કર્યુ હતું. બાદમાં તેઓએ શારદામઠની મુલાકાત લઈ, શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સાથે ટૂંકી મુલાકાત કરી, સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પછી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં તેમને અગાઉ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે દ્વારકાધીશ મંદિરમાં સેવા આપવાનો લ્હાવો મળવા બદલ તેમજ હાલમાં તેમની જગ્યાએ તેમના પુત્ર ધનરાજભાઈને આ સેવાનો મોકો મળવા બદલ ભગવાન દ્વારકાધીશનો આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવતા પરિમલભાઈ નથવાણીએ તેમના જીવનની સફળતાનો શ્રેય રાજાધિરાજ દ્વારકાધીશને આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular