ભાણવડ તાલુકાના ફોટડી ગામના મૂળ રહીશ અને હાલ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામ ખાતે રહેતા રાજેશભાઈ દેવશીભાઈ ચૌહાણ નામના 38 વર્ષના સગર યુવાનના પત્ની સાથે અગાઉ આરોપી એવો ફોટડી ગામનો રહીશ સંજય પરબતભાઈ ચૌહાણ ફોનમાં વાત કરતો હોય, જેથી ફરિયાદી રાજેશભાઈ તથા તેમના પિતા આરોપી સંજય ચૌહાણની વાડીએ તેમને આ બાબતે કહેવા ગયા હતા. પરંતુ તે હાજર ન હતો.
ત્યાર બાદ પિતા-પુત્ર ઘરે પરત આવી જતા ઉપરોક્ત બાબતનો ખાર રાખી, આરોપી સંજય પરબત ચૌહાણ તથા તેની સાથે 4 અજાણ્યા શખ્સોએ ફરિયાદી રાજેશભાઈની વાડીના રહેણાંક મકાનના ફળિયામાં ગુનાહિત અપપ્રવેશ કરી અને આરોપી સંજયએ લોખંડના પાઈપ વડે રાજેશભાઈ ચૌહાણને માથામાં મારી, ઇજાઓ પહોંચાડી હતી આ ઉપરાંત અજાણ્યા શખ્સોએ ફરિયાદી રાજેશભાઈ ના માતા પિતાને પણ લાકડીઓ વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હોવાનું જાહેર થયું છે. આ બઘડાટી બોલાવીને આરોપીઓ નાસી છૂટયા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે ચાર અજાણ્યા સહિત કુલ પાંચેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 447, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.