જામનગર તાલુકાના ઠેબા ચોકડી નજીક આવેલી ચેકપોસ્ટ પાસેથી પસાર થતી સ્કવોડા કારને આંતરીને પંચ બી પોલીસ સ્ટાફે તલાસી લેતા તેમાંથી 800 લીટર દેશી દારૂ મળી આવતા એક તરૂણ સહિત બે શખ્સોની અટકાયત કરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામ નજીક આવેલી ચેકપોસ્ટ પાસેથી પસાર થતી જીજે-01-કે.કયુ.-4575 નંબરની સિલ્વર કલરની સ્કવોડા કાર પસાર થતા પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે કારની તલાસી લેતા કારમાંથી રૂા.16000 ની કિંમતનો 800 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બાલુ નાથા કોડિયાતર (રહે. કાટવાણા, જિ.પોરબંદર) અને એક તરૂણને રૂા.16000 ની કિંમતનો દારૂ અને પાંચ લાખની કાર મળી કુલ રૂા.5,16,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપછર આરંભી હતી.
ઠેબા ચોકડી પાસેથી દેશી દારૂના જથ્થા સાથે તરૂણ સહિત બે શખ્સ ઝડપાયા
કારમાંથી 800 લીટર દારૂ અને કાર મળી કુલ રૂા. 5.16 લાખનો મુદ્દામાલ કબ્જે : પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી