જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના પિતાએ અભ્યાસ બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 વૈશાલીનગર 3 ઘર નંબર 17 માં રહેતી ભૂમિકાબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.19) નામની યુવતીને અભ્યાસ બાબતે તેણીના પિતાએ ઠપકો આપ્યો હતો. જે ઠપકાનું મનમાં લાગી આવતા ગુરૂવારે સવારના સમયે તેણીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.