Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગર1404 અંધાશ્રમ આવાસ મહાપાલિકાએ કેમ તાત્કાલિક ખાલી કરવા નોટિસ આપી ?

1404 અંધાશ્રમ આવાસ મહાપાલિકાએ કેમ તાત્કાલિક ખાલી કરવા નોટિસ આપી ?

- Advertisement -

જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર આવેલા અંધાશ્રમ નજીકના એસ.ઈ.ડબલ્યુ.એસ. યોજના હેઠળ બનેલા 1404 આવાસ ધારકોને મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી ખાલી કરવા લેેખિત નોટિસ આપી છે. આગામી ચોમાસામાં ભયજનક આવાસમાં દુર્ઘટના સર્જા્ય તે પહેલાં જ પાલિકા દ્વારા આવાસ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર ખંભાળિયા હાઈવે પર અંધાશ્રમની સામે આવેલા ટીપી સ્કીમ નંબર બે ના એફ પી નંબર 55 તથા 95 વાળી જમીન પર એસ.ઈ.ડબલ્યુ.એસ. યોજના હેઠળ 117 બ્લોકમાં દરેક બ્લોકમાં 12 આવાસ મળી કુલ 1404 આવાસો બનાવેલા છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2000 થી ભાડા કરાર કરી જે લાભાર્થીઓને કબ્જો સોંપવામાં આવ્યો હતો અને ભાડા કરારની જોગવાઈ મુજબ આવાસની મરામત તથા જાળવણી જે-તે આવાસધારકોને કરવાની રહે છે. પરંતુ, કોઇપણ લાભાર્થીઓએ ભાડા કરારની શરતો મુજબ તેઓને મળેલા આવાસની મરામત તથા જાળવણી કરવામાં આવતી ન હોવાથી તમામ આવાસો ભયજનક સ્થિતિમાં છે. આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિમાં ભયજનક સ્થિતિમાં આવાસો વધુ જર્જરિત બને અને કોઇ દુર્ઘટના થાય તે પહેલાં જ મહાનગરપાલિકા દ્વારા લેખિત નોટિસો ફટકારી દરેક આવાસધારકને જાણ કરવામાં આવી છે. ઉપરાંત આવાસ યોજનાના એસોસિએશન તથા રહેવાસીઓ સાથે મિટિંગો કરીને મૌખિક સૂચનાઓ પણ આપેલી છે.

આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને સલામતીના ભાગરૂપે જે-તે આવાસધારકો/હાલના વપરાશકર્તાઓએ તાત્કાલિક અસરથી વપરાશ બંધ કરીને આવાસ સંપૂર્ણપણે ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે અન્યથા જો આકસ્મિક કે અન્ય કોઈ રીતે અકસ્માત સર્જાશે તો આ અંગે જે-તે આવાસના મુળ લાભાર્થીઓ અથવા હાલના વપરાશકર્તાઓની જવાબદારી રહેશે અને આ અંગે મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં તેમ સિટી એન્જીનિયરે જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular