જામજોધપુર ગામમાં મીની બસ સ્ટેન્ડ પાસેના રોડ પર પસાર થતા બોલેરો પીકઅપ વાહનને પોલીસની ટીમે વાહનને આંતરીને તલાસી લેતા તેમાંથી આઠ પાડા તથા પાડી મળી આવતા એક શખ્સની ધરપકડ કરી અબોલ પશુઓને મુકત કરાવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં મીની બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી પસાર બોલેરો પીકઅપ વાહનને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા આ વાહનમાં છ નાના પાડા અને બે નાની પાડી એમ કુલ આઠ પશુઓને તેમના જીવ જોખમાય તે રીતે ખીચોખીચ બાંધીને નિરણ તથા પાણીની સગવડ રાખ્યા વગર લઇ જતાં હોવાનું ખુલતાં પોલીસે ભાણવડના ઢેબર ગામના મનસુખ અરજણ બલવા નામના ચારણને ઝડપી લીધો હતો. અને 16 હજારની કિંમતના આઠ અબોલ પશુઓને મુકત કરાવી પાંજરાપોર મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ચાલક મનસુખને પાંચ લાખની કિંમતનો બોલેરો પીકઅપ વાહન અને રૂા.16000 ની કિંમતન અબોલ પશુ મળી કુલ રૂા.5,16,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધ રી હતી.