Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરખેતીની જમીન વેંચતા ખેડૂત પાસે લાખોની ખંડણીની માંગણી - VIDEO

ખેતીની જમીન વેંચતા ખેડૂત પાસે લાખોની ખંડણીની માંગણી – VIDEO

આણંદપર ગામના ખેડૂતે દોઢ વર્ષ પહેલાં ખેતીની જમીન વેંચી : જમીનના ચાર કરોડ આવ્યાની જાણ રાખનારા બે શખ્સોએ ખેડૂતને ધમકાવ્યા : રૂા.15 લાખની ખંડણીની માંગણી : પોલીસ દ્વારા ખંડણી માંગનારા સામે ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં ખેડૂતે દોઢ વર્ષ પહેલાં તેની 10 વીઘા જમીન વેંચાણ કરી હતી. જેના ચાર કરોડ આવ્યાં હતાં. આ અંગેની જાણ ધરાવતા બે શખ્સોએ ખેડૂતને ગાળો કાઢી 15 લાખની ખંડણી માંગી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં ધીરુભાઈ હરજીભાઈ જેસડિયા નામના પ્રૌઢ ખેડૂતે તેની માલિકીની 10 વીઘા જમીન દોઢ વર્ષ પહેલાં વેંચાણ કરી હતી અને આ જમીનના વેંચાણ પેટે ખેડૂતને ચાર કરોડ રૂપિયા મળ્યા હતાં. આ માતબર રકમ આવ્યાની જાણના આધારે આણંદપર ગામના જ વિશાલ કારા રાખસીયા અને પીઠડિયા ગામના દિનેશ નામના બે શખ્સોએ ગત તા.11 ના રાત્રિના સમયે ખેડૂતના મકાન પાસે આવીને બંને શખ્સોએ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ખંડણી પેટે રૂા.15 લાખની માંગણી કરી હતી અને ધમકાવીને કહ્યું હતું કે જો ખંડણી નહીં આપે તો માર મારવાની ધમકી પણ આપી હતી. ખેતીના વેંચાણના પૈસામાં ખંડણી માંગતા બે શખ્સો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે હેકો વાય.ટી. ગોહિલ તથા સ્ટાફ બંને શખ્સો વિરૂધ્ધ ખેડૂતના નિવેદનના આધારે ગુનો નોંધી ધરપકડ માટે શોધખો આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular