Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પંથકમાં ભારે પવન સાથે કમોસમી માવઠું

ખંભાળિયા પંથકમાં ભારે પવન સાથે કમોસમી માવઠું

- Advertisement -

ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારો સાથે આજરોજ ખંભાળિયા પંથકમાં પણ વાતાવરણ પલટાયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે માવઠું વરસી ગયું હતું.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે સવારથી વાતાવરણમાં વધુ ગરમીનું પ્રમાણ અનુભવાયું હતું. જ્યારે બપોરે અનેક સ્થળોએ વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયા બાદ જુદા જુદા વિસ્તારોમાં તેજ ફૂંકાતા પવન વચ્ચે જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતા ખંભાળિયા – ભાણવડ માર્ગ પરના ફોટ, મોટી ખોખરી, લાલુકા, ધતુરીયા સહિતના અનેક ગામોમાં સુસવાટા મારતા પવન વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો.

આમ, જિલ્લાના અનેક ગામોમાં જાણે અષાઢી માહોલ છવાયો હોય તેમ ભર ઉનાળે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી માવઠું વરસતા ખાસ કરીને ધરતીપુત્રો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular