Sunday, November 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સજુબા સ્કૂલ પાસે સરાજાહેર રેંકડીવાળાઓની મારામારી

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે સરાજાહેર રેંકડીવાળાઓની મારામારી

રેંકડી સાઈડમાં લેવાનું કહેતાં પિતા અને બે પુત્રો દ્વારા ધોકા વડે ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો : સામાપક્ષે બે શખ્સો દ્વારા ધોકા વડે યુવાનને લમધાર્યો : મારામારીમાં ઘવાયેલા ચાર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા સામ-સામી ફરિયાદ નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં સજુબા સ્કુલ સ્વસ્તિક મેડીકલ સામેના જાહેર રોડ પર સોમવારે સવારના સમયે રેંકડી સાઈડમાં રાખવાનું કહેતાં પિતા અને બે પુત્રોએ એકસંપ કરી બે યુવાનો ઉપર લાકડાના ધોકા વડે સરાજાહેર હુમલો કર્યો હતો. અને વચ્ચે પડેલા યુવાનના પિતાને પણ ઢીકાપાટુનો માર મારી પછાડી દઇ ઈજા પહોંચાડી હતી. સામાપક્ષે પણ બે શખ્સોએ યુવાન ઉપર ગાળો કાઢી હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

સરાજાહેર ધોળેદિવસે છૂટાહાથે થયેલી મારામારીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક સામે મઠફળીમાં રહેતો પિયુષ પ્રવિણ દાવડા તથા જીગ્નેશ સોમવારે સવારે સજુબા સ્કૂલ સ્વસ્તિક મેડીકલ સામેના જાહેર રોડ પર રેંકડી રાખી વેપાર કરતા હતાં તે દરમિયાન કાંતિ મનસુખ નકુમ નામના શખ્સે જાહેર રસ્તા પર રેંકડી રાખી વેપાર ધંધો શરૂ કરતા જીગ્નેશે કાંતિને રેંકડી સાઈડમાં રાખી વેપાર કરવાનું કહેતાં ઉશ્કેરાયેલા કાંતિ મનસુખ નકુમ, સંજય મનસુખ નકુમ અને મનસુખ જેરામ નકુમ નામના પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ એક સંપ કરી પિયુષ અને જીગ્નેશ ઉપર હુમલો કર્યો હતો. પુત્ર ઉપર થતો હુમલો જોઇ પિતા પ્રવિણભાઈને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પછાડી દઇ માથામાં ઈજા પહોંચાડી અને ફેકચર કીર દીધું હતું. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી.

સામાપક્ષે સંજય મનસુખ નકુમ દ્વારા જીગ્નેશ તથા પિયુષ નામના બે શખ્સોએ જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા સમજાવવા ગયેલા સંજય ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.

- Advertisement -

સામસામા કરાયેલા સરાજાહેર હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ડી. જી. રાજ તથા સ્ટાફે પિયુષના નિવેદનના આધારે પિતા અને બે પુત્ર વિરૂધ્ધ તથા સંજય નકુમની જીગ્નેશ અને પિયુષ નામન શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular