Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરસોડા શોપમાં મહિલાની નજર ચૂકવી રોકડ ભરેલા પાકીટની ચોરી

સોડા શોપમાં મહિલાની નજર ચૂકવી રોકડ ભરેલા પાકીટની ચોરી

સોમવારે સવારના સમયે મહિલાને વ્યસ્ત રાખી બે તસ્કરો કળા કરી ગયા : ટેલબના ખાનામાંથી રૂા.30 હજારની રોકડ રકમ ભરેલું પાકીટ ચોરી કરી ગયા : પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલી સોડા શોપમાં મહિલા કાઉન્ટર ઉપર હતી તે દરમિયાન આશરે 25 વર્ષના બે અજાણ્યા શખ્સોએ આવીને મહિલાની નજર ચૂકવી ટેબલના ખાનામાં રાખેલા ધંધાના 30 હજાર રોકડા તથા જરૂરી ડોકયુમેન્ટવાળુ પાકીટ ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલ માધવબાાગ-1 કોપરસીટી બીલ્ડિંગમાં શોપ નંબર 5 માં આવેલી હરસિધ્ધી સોડા શોપમાં સોમવારે સવારના 11 વાગ્યાના અરસામાં દુકાનદાર હિરેનભાઈ રમેશભાઈ કણઝારીયા નામના યુવાનના પત્ની દુકાને વેપાર કરતા હતાં તે દરમિયાન 25 થી 27 વર્ષના બે અજાણ્યા તસ્કરોએ આવીને મહિલાની એકલી જોઇ તેને વ્યસ્ત રાખી એક તસ્કરે નજર ચૂકવી દુકાનના ટેબલના ખાનામાં રાખેલું અગત્યના ડોકયુમેન્ટ અને રૂા.30 હજારની રોકડ રકમ ભરેલું પાકીટ ગણતરીની સેકંડોમાં જ ચોરી કરીને પલાયન થઈ ગયા હતાં. આ અંગેની જાણ વેપારી હિરેનભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એસ. એમ. સિસોદીયા તથા સ્ટાફે બે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular