જામનગરની સેશન્સ અદાલત દ્વારા પોકસો કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.10 હજારનો દંડનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને રૂા. 6 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, આરોપી શાયદ અલી નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદીની સગીર વયની પુત્રીને લલચાવીને ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અંજીયાસર ગામે પોતાના ઘરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ અદાલતમાં ચાલી જતાં કોર્ટે 12 જેટલા સાહેદોની જુબાની તેમજ દસ્તાવેજ પૂરાવા તથા હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટના ચૂકાદા ધ્યાને લઇ જિલ્લા સરકારી વકીલની દલીલોને માન્ય રાખી આરોપી શાયદ અલીને 20 વર્ષની કેદ તથા રૂા.10000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા તેમજ ભોગ બનનાર સગીરાને રૂા.6 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતાં. પોકસો કેસમાં ઘણાં કેસોમાં દિન પ્રતિદિન પોકસો કેસમાં ઘણાં કેસોમાં દિન-પ્રતિદિન સજા આપવાનો સીલસીલો ચાલુ રહ્યો છે. થોડા દિવસોમાં જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીએ ત્રીજા કેસમાં આરોપીને કડક સજા અપાવી છે.