Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયનયારા એનર્જી ભારતમાં ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂા. 600 કરોડનું...

નયારા એનર્જી ભારતમાં ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂા. 600 કરોડનું રોકાણ કરશે

દેશમાં ઉત્પાદન વધારવા માટે ઇથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરીને તેના બિઝનેસ વર્ટિકલ્સને વધારવાની યોજના

- Advertisement -

આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ એનર્જી સેક્ટરમાં ઇન્ટિગ્રેશન તરફ મહત્વનું પગલું ભરતા ઇથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂ. 600 કરોડના વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ્સ ઇથેનોલના પુરવઠામાં કંપનીની વિશ્વસનીયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેના ટકાઉપણાના એજન્ડામાં પ્રદાન આપવા માટે નયારા માટે નિર્ણાયક રહેશે. કંપની દેશમાં સૌથી મોટું પ્રાઇવેટ ફ્યુઅલ નેટવર્ક ચલાવે છે અને ઇથેનોલ પ્લાન્ટ્સ સ્થાપીને એનર્જી સેક્ટરમાં ડાઉનવર્ડ ઇન્ટિગ્રેશન હાંસલ કરવામાં એક મહત્વનું પગલું ભરશે.

- Advertisement -

2025 સુધીમાં ભારતના ઇથેનોલ બ્લેન્ડિંગ ટાર્ગેટને ધ્યાનમાં રાખતા નયારા એનર્જી આંધ્ર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં 200 કેએલપીડીના પ્રત્યેક એવા બે ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવાની યોજના ધરાવે છે. કંપનીએ સૂચિત પ્લાન્ટ્સ માટે આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બંને રાજ્યોમાં જમીનની પસંદગી તથા ખરીદી કરી લીધી છે.

આ ગતિવિધિ અંગે નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલેસાન્ડ્રો દસ ડોરિડ્સે જણાવ્યું હતું કે ઇથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરવાથી નયારા એનર્જીના ઇથેનોલ સપ્લાયની વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો થશે અને તે નાણાંકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં ભારત સરકારના 20 ટકા બ્લેન્ડિંગ ટાર્ગેટને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. ઇથેનોલ ઉત્પાદનમાં આ વ્યૂહાત્મક પહેલ ટકાઉપણા, નિયમનકારી અનુપાલન તથા ડાયનેમિક એનર્જી સેક્ટરમાં લાંબા ગાળાની વૃદ્ધિ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઇથેનોલ સેગમેન્ટમાં હાજરી વિસ્તારીને અમારું લક્ષ્ય ભારતના રિન્યૂએબલ એનર્જી લક્ષ્યાંકોમાં સક્રિયપણે પ્રદાન કરવાનું અને હરિયાળા ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું છે.

- Advertisement -

ઇથેનોલ પ્લાન્ટ્સ સ્થાપવાથી દેશમાં નયારા એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. કંપનીનું લક્ષ્ય તબક્કાવાર પ્લાન્ટ્સની સંખ્યા વધારીને પાંચ સુધી લઈ જવાનું છે જેમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા 1,000 કેએલપીડીની હશે અને તેમાં ભવિષ્યમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે રિટેલ ઓપરેશન્સમાં વેલ્યુ વધારવા પર ધ્યાન અપાશે. ભારતના રિફાઇનિંગ આઉટપુટમાં 8 ટકા પ્રદાન કરતી અગ્રણી ડાઉનસ્ટ્રીમ કંપની તરીકે નયારા એનર્જી દેશના સ્વપ્નો અને આકાંક્ષાઓને વેગ પૂરો પાડે છે અને ભારતની ઊર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ પ્રદાન આપે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular