ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલી એસ.એસ.સી. ધો 10ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત શ્રીમતિ યુ.પી. વ્યાસ ક્ધયા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર 52 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી 41 વિદ્યાર્થિનીઓ ઊતીર્ણ થતા શાળાનું 78.85% પરિણામ આવ્યું છે.
શાળામાં અભ્યાસ કરતી મકવાણા દિવ્યા રમેશભાઈ 506 ગુણ મેળવી 90.74 પર્સન્ટાઈલ સાથે પ્રથમ, વાઘેલા માનસી અરવિંદભાઈ 497 ગુણ મેળવી 88.91 પર્સન્ટાઈલ સાથે દ્વિતિય અને જરૂ રિદ્ધી હરસુખભાઈ 483 ગુણ મેળવી 85.80 પર્સન્ટાઈલ સાથે તૃતીય ક્રમે આવેલ છે.
સંસ્થાના ટ્રસ્ટીગણે શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા, શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. ઊતીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.