જામનગર પીપલ્સ કો. ઓપરેટીવ બેંકની તા. 5 મેના રોજ ચૂંટણી યોજાનાર છે. તા. 5ના સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ગ્રેઇન માર્કેટમાં આવેલી બેંકની મેઇન બ્રાન્ચમમાં મતદાન યોજાનાર છે. જેને લઇ ઉમેદવારોની પેનલ દ્વારા રુબરુની સાથે સાથે સોશ્યલ મીડીયાના માધ્યથી પણ ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે.
વેપારીઓથી ધમધમતા વિસ્તાર એવા ગ્રેઇન માર્કેટ, જણસીઓની હરરાજી થતાં માર્કેટિંગ યાર્ડ હાપા તથા બ્રાસપાર્ટની વસ્તુઓના પ્રોડકશનના વિસ્તાર એવા જીઆઇડીસી ફેસ-2 જેવા એરિયાઓમાં બ્રાન્ચ ધરાવતી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંકમાં ઘણા વખત પછી ચૂંટણી યોજાવા જઇ રહી છે. તા. 5 મેને રવિવારના રોજ ગ્રેઇન માર્કેટમાં આવેલી બેંકની મેઇન બ્રાન્ચમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.
જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની આ ચૂંટણીમાં કુલ 9 ઉમેદવારો છે. તેમાંથી સભાસદોએ આઠ ઉમેદવારોની પસંદગી કરવાની રહેશે. આ ચૂંટણીમાં શાહ શિવલાલ ધીરજલાલ પેઢીના ભરતભાઇ વાડીલાલ શાહ, એચ.આર. એન્ડ સન્સ/આર.ટી. એન્ડ સન્સના દિપક કાંતિલાલ બદીયાણી, ભગવાનજી ધરમશી કોઠારી એન્ડ સન્સ.ના હર્ષવદન ભગવાનજી કોઠારી, સ્મિત ટેલિકોમ પ્રા.લિ.ના કેતન રમેશભાઇ બદીયાણી, તન્ના ફૂડ એજન્સીના પ્રકાશ વિનુભાઇ તન્ના, બારદાનવાલાના પ્રેમલ નરેન્દ્રકુમાર કોટેચા, એમ. કાંતિલાલ એન્ડ કાું.ના સમીર ચંદુલાલ વસા તથા જય મશીન ટુલ્સના વિપુલ વેલજીભાઇ હરિયાની પેનલ ચૂંટણી લડી રહી છે.
બેંકના 3900 જેટલા સભાસદો છે. જે બધા આ ચૂંટણીમાં મતદાન કરશે. ઉમેદવારોની પેનલ દ્વારા સભાસદોને ફોન દ્વારા, રૂબરૂ મળીને તેમજ ડિજિટલ યુગમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યો દ્વારા મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે.