વિદ્યોતેજક મંડળ-જામનગરના માનદમંત્રી રમેશભાઈ શાહનું તા.9 ના રોજ 71 વર્ષની વયે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયું છે. સદગતના અવસાનના સમાચાર મળતા વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તથા મંડળના સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સદગત ખૂબ જ મિલનસાર સ્વભાવના હતાં અને તેઓ તેમની પાછળ તેમના પત્ની, પુત્રી તથા પુત્ર તેમજ પરિવારને કલ્પાંત કરતા મુકી ગયા છે. સદ્ગતની અંતિમ વિધિ તેમની પુત્રી કેનેડાથી આવ્યા બાદ કરવામાં આવશે તેમ તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. વિદ્યોતેજક મંડળ જામનગરે એક કર્તવ્યનિષ્ઠ ટ્રસ્ટી ગુમાવેલ છે તેમ સહમંત્રી હસમુખભાઈ શાહે જણાવ્યું છે.