સલાયાના એક યુવકને પરિવારમાં બે પત્નિ, જેમાં પારિવારીક ઝઘડાથી બંને પત્નિએ ઝેરી દવા પીધી હતી. જેને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાંથી એક પત્નિનું મોત થયું હતું. એક સારવાર હેઠળ છે. જે અંગે સલાયાની મરિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ ઓસમાણ અબુભખર ગજણ (ઉ.વ.28) ડી.વી.નગર સલાયાના પત્નિ રેશ્માબેન તથા બીજી પત્નિ ગુલશનએ પારિવારીક ઝઘડાના કારણે ઝેરી દવા પીધી હતી. જે બાદ રેશ્માબેનનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજી પત્નિ ગુલશન સારવાર હેઠળ જામનગરની જી.જી. હોસ્પિટલમાં હોવાનું જાણવા મળેલ છે. આ બંને સલાયાના રહેવાસી ઓસમાણ ગજણની પત્નિ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર મામલે સલાયા મરિન પોલીસના હરપાલસિંહ તપાસ કરી રહ્યા છે. આ બનાવ બાબતે તા. 26ના રોજ સલાયાના ફાતમાબેન સુંભણીયાએ સલાયા મરિન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.