જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રાત્રિના સમયે યુવતી સાથે તેણીના પતિ અને અન્ય મહિલાએ એકસંપ કરી ઝપાઝપી કરી ભરણપોષણની રકમ માંગીશ તો મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામના વતની અને હાલ ગુલાબનગર વિસ્તારમાં રહેતી મુમતાજબેન ઈબ્રાહીમભાઈ નામની યુવતી દ્વારા તેણીના પતિ વિરૂધ્ધ જામનગરની અદાલતમાં ભરણપોષણનો કેસ કર્યો હતો અને આ કેસ કર્યાનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં આવેલી દરગાહ નજીક મુમતાજબેનને આંતરીને ઈબ્રાહિમ અકબર નામના શખ્સે મુમતાજબેનને ફડાકો મારી ભરણપોષણની રકમ માંગીશ તો પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ રેશ્માબેન ઈબ્રાહિમ અકબર નામની મહિલાએ ઝપાઝપી કરી માર મારતા મુમતાજબેનને કાનમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ મુમતાજબેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ કરાતા હેકો એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મહિલા સહિત બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.