Sunday, March 30, 2025
Homeરાજ્યગુજરાતતળપદા કોળી પટેલ સમાજ કમીજલા-48 ના પ્રમુખપદે પી.પી. માલકીયાની વરણી

તળપદા કોળી પટેલ સમાજ કમીજલા-48 ના પ્રમુખપદે પી.પી. માલકીયાની વરણી

ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે સન્માન

વિરમગામ તાલુકાના જેતાપુર મુકામે તળપદા કોળી પટેલ સમાજ કમીજલા-48નું વાર્ષિક મહાસંમેલન યોજાયું હતું. જેમાં સર્વાનુમતે કમીજલા – 48 ના પ્રમુખપદે પરષોતમભાઈ પોપટભાઈ માલકીયાની વરણી કરાઇ હતી.

- Advertisement -

ઢાંકી ગામના વતની પરષોતમભાઈ પોપટભાઈ માલકીયાની તળપદા કોળી સમાજના કમીજલા-48ના પ્રમુખ તરીકે વરણી થતા ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે સન્માન કરાયું હતું. આ તકે સમાજના યુવાનોને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી. તેમજ સમાજમાં દહેજના દાવાનળને ડામવા હાકલ પણ કરાઇ હતી. આ તકે ઉપસ્થિત સંસ્થાના તમામ હોદ્ેદારોએ પી પી માલકીયાની પ્રમુખપદે નિમણૂંક થતા તેમને શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular