જામનગર શહેરમાં જાહેરમાં ઘાંસચારો વેંચવા પર પ્રતિબંધ ફરમાવતું કમિશનરનું જાહેરનામુ અમલમાં હોય આમ છતાં બે લોકો જાહેરમાં ઘાસચારો વેંચતા હોય બન્ને વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં દરબારગઢ નાકા બહાર જકાતનાકા પાસે રહેતાં હિરાભાઈ જેઠાભાઈ સોનગરા તથા આજ વિસ્તારમાં રહેતાં પ્રેમજી માંડણ પરમાર નામના બંને શખ્સો દ્વારા જાહેરમાં ઘાસચારો રાખી રખડતા ભટકતા ઢોરને જાહેરનામાં ઘાસચારો નાખી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માત થાય તે રીતેને મળી આવતા પશુઓ રાખવા સંબંધિત તથા ઘાસચારો વેંચાણ કરવા સબબ પ્રતિબંધ ફરમાવતા કમિશનરના જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.