Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરવિભાપર નજીક નદી પર ખાનગી રાહે પુલ બનાવવા મંજૂરી

વિભાપર નજીક નદી પર ખાનગી રાહે પુલ બનાવવા મંજૂરી

શ્રાવણીમેળામાં 34 લાખના તોતિંગ મંડપ ખર્ચને લઇને વિવાદ: સત્તાપક્ષમાં જ શરૂ થયો ચણભણાટ

- Advertisement -

જામનગરમાં વિભાપર નજીક રંગમતી નદી પર સ્વખર્ચે પુલ બનાવવા માટે લેન્ડ ડેવલોપરએ જામ્યુકોની સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. આ માટે 2.50 કરોડના ખર્ચને સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે શ્રાવણી મેળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં સ્ટેજ અને મંડપ બનાવવા માટે રૂા.34 લાખના ખર્ચને બહાલી આપવામાં આવતા આ ખર્ચને લઇને વિવાદ ઉભો થયો છે.

- Advertisement -

ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિભાપર ગામના જુદા જુદા સર્વેનંબર તેમજ રંગમતી નદી પર સ્વખર્ચે બ્રિજ બનાવવા માટે હિરેન રામદેવભાઈ ડેર એ કોર્પોરેશનને દરખાસ્ત કરી હતી. જેને સમિતિએ મંજૂર કરી રૂા.2.50 કરોડના ખર્ચનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે. પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી મેળા દરમિયાન અહીં સ્ટેજ અને મંડપ ઉભા કરવા માટે રૂા.34.07 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ખર્ચને લઇને જામ્યુકોના વર્તુળમાં વિવાદ ઉભો થયો છે. સતાપક્ષના જ એક અગ્રણીને આપવામાં આવેલા કોન્ટ્રાકટનું આટલું મોટું બીલ મંજૂર કરવા અંગે કોર્પોરેશનમાં ચણભણાટ શરૂ થયો છે. શહેરમાં વિજયનગર ગોકુલનગર રેલવે ફાટક પાછળ સીતારામ સોસાયટી શેરી નંબર-6 થી પ્રમુખ પાર્ક થઇને કેશવારા હોટલ સુધી વરસાદી પાણીના નિકાલ માટે બોકસ કેનાલ બનાવવા માટે રૂા.12 કરોડના ખર્ચને પણ સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. શહેરના જુદા જુદા વોર્ડમાં આંતરમાળખાકીય સુવિધા, સીસીરોડના ચરેડા પુરવા, બગીચાઓની સુધારા મરામત, કેનાલ બ્રિજની મરામત, ગટર સુધારણા, વગેરે કામો માટે કુલ 43 લાખ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જામ્યુકોની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાંથી પકડવામાં આવેલા રજડતા ઢોરને નરોડા સ્થિત ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટની પાંજરાપોળમાં ટ્રાન્સપોર્ટ કરવા માટે રૂા.107 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. શહેરના ઝોન-1 માં પંચેશ્વરટાવરથી ચાંદીબજાર, રતનબાઈ મસ્જિદ સુધી ડીઆઈ પાઈપલાઈન નાખવા માટે રૂા.21 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે જુદી જુદી શાખાઓમાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂંક કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી હતી.

બેઠકમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની, આસી. કમિશનર ટેકસ જીગ્નેશ નિર્મળ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular