ધ્રોલ તાલુકાના વાગુદડ ગામે કાકાએ એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ : 15000નો દંડ તેમજ ભોગ બનનારને જન્મેલ બાળકીને કંપનસેશનના રૂા. 4 લાખ ચૂકવવા હુકમ
ધ્રોલ તાલુકાના વાગુદડમાં સગીરા સાથે તેના કાકા દ્વારા દુષ્કર્મ આચરી સગર્ભા બનાવવાના કેસમાં અદાલત દ્વારા આરોપી કાકાને 20 વર્ષની સખત કેદ તેમજ રૂા. 15000નો દંડ તથા ભોગ બનનારની જન્મેલ બાળકીને કંપનસેશનના રૂા. 4 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ ફરિયાદી/ભોગ બનનાર 17 વર્ષની તરુણીને તેના કાકા રાકેશ વર્ષ 2021માં વાગુદડ ગામની સીમમાં ભાગ્યુ વાવતા હોય આ દરમિયાન ભોગબનનારના માતા-પિતા પોતાના દેશમાં ગયા હોય ત્યારે ભોગ બનનાર તેની નાની બહેન તથા તેના કાકા અને હાલના આરોપી સાથે રહેતી હતી. આ દરમિયાન આરોપી ભોગબનનારના કાકાએ ભોગબનનારની ઇચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાબાદ અવાર-નવાર શરીર સંબંધ બાંધી ભોગ બનનારને ગર્ભવતિ બનાવી હતી. ભોગ બનનારના કાકાએ આવુ કૃત્ય કર્યું હોય, ભોગ બનનારે આ વાત કોઇને કરી ન હતી.
દરમિયાન ભોગ બનનારનું પેટ વધી ગયા હોવાનું તેની માતાને ધ્યાનમાં આવતાં તેની માતા ભોગ બનનારને હોસ્પિટલે લઇ જતાં ડોકટર દ્વારા ભોગ બનનારને 25 અઠવાડીયાનું ગર્ભ હોવાની જાણ કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી અને ભોગ બનનારે બાળકીને જન્મ આપ્યો હતો. જેથી જોડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ સ્પે. કોર્ટમાં આરતિ એ. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરાવી 20 વર્ષની સખત કેદ તથા રૂા. 15000નો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને જન્મેલ બાળકીને કંપનસેશનના રૂા. 4 લાખ વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.