Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરફોન રીસીવ ન કરતા વાગ્દતાને કારમાં માર મારી ધમકી આપી

ફોન રીસીવ ન કરતા વાગ્દતાને કારમાં માર મારી ધમકી આપી

બે વર્ષના પ્રેમ સંબંધમાં બાદ સગપણ : ભાવિ ભરથારનો ફોન રીસીવ ન કરાતા પટ્ટા વડે માર મારી સોનાની વીંટી ઝુંટવી લીધી : પતાવી દેવાની ધમકી પણ આપી : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી યુવતીએ તેણીના મંગેતરનો ફોન રીસીવ ન કર્યાનો ખાર રાખી મંગેતરે મધ્યરાત્રિના યુવતીના ઘરે જઇ કારમાં લઇ જઇ બોલાચાલી અને ઝઘડો કરી પટ્ટા વડે માર મારી યુવતીની સોનાની વીંટી ઝુંટવી લઇ ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના જકાતનાકા પાસે કુદરત રેસીડેન્સીમાં રહેતો રવિરાજસિંહ જોરૂભા કંચવાને જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતાં ઋત્વિકાબા ભાવસંગજી જાડેજા નામની યુવતી સાથે બે વર્ષથી પ્રેમમાં હતો અને ત્યારબાદ ગત તા.05 ફેબ્રુઆરીના રોજ બંનેની સગાઈ થઇ હતી. સગાઈ બાદ બંને વચ્ચે અવાર-નવાર વાતચીત થતી હતી. પરંતુ, તા.17 ના રોજ રવિરાજસિંહે તેની વાગ્દતા ઋત્વિકાબાને ફોન કર્યો હતો. પરંતુ, ઋત્વિકાબા સુઇ ગયા હોવાથી ફોન રીસીવ ન કર્યો હતો. તે મનમાં રાખી મધ્યરાત્રિના સમયે રવિરાજસિંહ નારણપર ગામે પહોંચી ગયો હતો અને રાત્રિના એક વાગ્યે ઋત્વિકાબાને ફોન કરતા તેણીએ ફોન રીસીવ કરતા બહાર બોલાવી બોલાચાલી કરી કારમાં બેસાડી દઇ ઝઘડો કર્યો હતો. તેમજ ઋત્વિકાબાનું માથુ કારમાં પછાડી પટ્ટા વડે માર મારી અપશબ્દો કહ્યા હતાં. ઉપરાંત ઋત્વિકાબા પાસે રહેલી તેના પિતાએ આપેલી રૂા.15000 ની સોનાની વીટી ઝૂંટવી લઇ આ અંગે કોઇને જાણ કરીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

બનાવ અંગેની ઋત્વિકાબા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રવિરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular