Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરખેડૂતો સાથે છેતરપિંડી આચરનાર જૂનાગઢના ઠગના જામીન નામંજૂર

ખેડૂતો સાથે છેતરપિંડી આચરનાર જૂનાગઢના ઠગના જામીન નામંજૂર

- Advertisement -

જામનગર સાયબર ક્રાઇમ હેઠળ નોંધાયેલા અસંખ્ય ખેડૂતોની સાથે છેતરપિંડી આચરનાર અને હાલ જેલમાં રહેનાર શખ્સની રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ખેડૂતો સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઉભુ કરી ખેડૂતોના નામ-સરનામા સહિતનો ડેટા એકત્ર કરી આ ડેટાના આધારે તાલપત્રી તથા રાસાયણિક દવાની એજન્સી આપવાના બહાને સેવન સ્ટાર પ્લાસ્ટિક કંપની પ્રા.લી. ના નામ હેઠળ બોગસ કોલ કરી ખેડૂતને વિશ્ર્વાસમાં લીધા બાદ રાસાયણિક દવા તથા નકલી બીલો મોકલી દવાની એજન્સી આપવાની લાલચ આપી આશરે 20 થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છ લાખની રોકડ રકમ પચાવી પાડી હતી. આ છેતરપિંડીના બનાવમાં પોલીસે પરેશ વિનુ વેલાણી (રહે. જૂનાગઢ) નામના શખ્સની ધરપકડ કરી હતી અને હાલ જેલ હવાલે રહેલા પરેશના વકીલ દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. પરંતુ, સરકારી વકીલ જે.કે. ભંડેરી તથા બી.વી.વાદી દ્વારા કરાયેલી ધારદાર દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજોના આધારે અદાલતે પરેશની જામીન અરજી નામંજૂર કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular