આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા કરસનભાઈ ચકુભાઈ કછેટીયા નામના 52 વર્ષના દલવાડી આધેડ તેમના પત્ની કાંતાબેન (ઉ.વ. 42) ને સાથે લઈને ગત તારીખ 14 મીના રોજ ભાટીયાથી ક્રિષ્નાનગર ગામે જવા માટે તેમના જી.જે. 37 એચ. 7940 નંબરના મોટરસાયકલ પર નીકળ્યા હતા.
ત્યારે ભાટીયાના રેલવે ફાટક નજીક પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરતા કરસનભાઈએ મોટરસાયકલને તાકીદની બ્રેક મારી હતી. જેના કારણે પાછળ બેઠેલા તેમના પત્ની કાંતાબેન બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ કરસનભાઈ ચકુભાઈ કછેટીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.