જોડિયા તાલુકાના વાવડી ગામમાં પ્રસંગમાં માવતરે આવેલી પરિણીતાએ તેણીની ભાભી સાથે થયેલી બોલાચાલીનું એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં રહેતી મધુબેન લાલાભાઇ રાતડિયા (ઉ.વ.22) નામની પરિણીતા યુવતી જોડિયા તાલુકાના વાવડી ગામમાં તેણીના માવતરે પ્રસંગોપાત ગઈ હતી. અને તે દરમિયાન ગત શનિવારે યુવતીને તેની ભાભી સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા ગત તા.14 ના રોજ રાત્રિના સમયે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવતીને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતુું. આ અંગેની પમીબેન ટોયટા દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.એલ. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.