Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ઢીચડા ખાતે શ્રી આઈ માતાજીનો વાર્ષિકોત્સવ ધામધુમથી ઉજવાયો - VIDEO

જામનગરના ઢીચડા ખાતે શ્રી આઈ માતાજીનો વાર્ષિકોત્સવ ધામધુમથી ઉજવાયો – VIDEO

સાતથી આઠ હજાર આઈભકતોએ પ્રસાદનો લાભ લીધો

- Advertisement -

જામનગરના ઢીચડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક શ્રી આઈ માતાજીનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. આઈ ભકતોએ મોટી સંખ્યામાં પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

જામનગર ઢીચડા ગામે આવેલા શ્રી આઈમાતાજી મંદિર ખાતે છેલ્લાં 28 વર્ષથી તા.14 જાન્યુઆરીના મકરસંક્રાંતના રોજ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે. જ્યાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા દરેક લોકો ભાઈચારો રાખી માના દર્શનનો લાભ લે છે. ત્યારે આ વર્ષે સવારે ધજા રોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે સાતથી આઠ હજાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ – બહેનોએ પ્રસાદનો તેમજ દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયોજક પ્રવિણસિંહ ઝાલા, બાબાભાઈ કોટાઈ, કનુભાઈ મારાજ, સબીરભાઈ અંધાણી, નટુભાઈ, સલીમભાઈ કોટાઇ, ઝાફરભાઈ કોટાઈ સહિતના આયોજકો અને સ્વયંસેવકો એ જહેમત ઉઠાવી હતી. તેમ મારાજ કનુભાઈની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular