Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમાનસિક બીમારીથી કંટાળીને બાંકોડીના વૃદ્ધાએ જિંદગી ટૂંકાવી

માનસિક બીમારીથી કંટાળીને બાંકોડીના વૃદ્ધાએ જિંદગી ટૂંકાવી

15 વર્ષથી માનસિક બીમારીથી ત્રસ્ત : કૂવામાં ઝંપલાવી આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

- Advertisement -

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના બાંકોડી ગામમાં રહેતાં વૃધ્ધાએ માનસિક માનસિક બીમારીથી કંટાળીને કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા મુરીબેન કારાભાઈ વાલાભાઈ વાઘેલા નામના 80 વર્ષના વૃદ્ધા છેલ્લા આશરે 15 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેની દવા પણ ચાલુ હતી. ત્યારે આ બીમારીથી કંટાળીને મુરીબેને પોતાની જાતે કુવામાં ઝંપલાવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર ડાયાભાઈ કારાભાઈ વાઘેલા દ્વારા કરવામાં અવાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular