જામનગર શહેર જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાઓથી લઇ વડીલોએ મતદાન કરી મત્તાધિકારની પોતાની ફરજ નિભાવી હતી. જામનગરમાં 90 વર્ષિય વૃધ્ધા કે જેઓ એથ્લેટીક દોડમાં ભાગ લેતાં તેમણે પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતાં.
જામનગરમાં આજે સવારે મતદાનનો પ્રારંભ થતાં મતદાન મથકોએ મતદારોની લાઇનો લાગી હતી લોકો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતાં. યુવાઓથી લઇ વડીલો લોકશાહીના ર્વમાં સહભાગી થયા હતાં. ખાસ કરીને 18 વર્ષથી ઉરના પ્રથમ વખતના મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
જામનગરના એ.કે. દોશી કોલેજ મતદાન મથક ખાતે સવારે 7 વાગ્યે પોતાનો પ્રથમ વોટ આપવા આવેલ પ્રિયાંશી મહેતાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે જાગીને પ્રથમ વખત મતદાન કર્યું છે. આ સેન્ટર પર તમામ સુવિધાઓ સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. રેડ કારપેટ, પીવાનું પાણી, બેસવાની સુવિધાઓ, સિનિયર સિટિઝન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રના વિકાસ માટે આપણે સૌએ તદાન કરવું જોઇએ. તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે તેણી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જામનગરમાં 90 વર્ષિય વૃધ્ધા મણિબેન સવજીભાઇ વસોયાએ પણ મતદાન કર્યું હતું. તેઓ એથ્લેટીક દોડમાં પણ ભાગ લઇ ચૂક્યા છે. તાજેતરમાં જામનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મણિબેન વસોયા મળ્યા હતાં અને વડાપ્રધાનના ઓવારણા લીધા હતાં. તેઓ દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકયા છે. આમ યુવાથી લઇ વડીલોએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી અને લોકોને પણ મતદાન માટે અપીલ કરી હતી.