Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરલ્યો બોલો.... પેટ્રોલ ન લઇ આવતા મિત્રએ મિત્રને છરી ઝીંકી દીધી

લ્યો બોલો…. પેટ્રોલ ન લઇ આવતા મિત્રએ મિત્રને છરી ઝીંકી દીધી

- Advertisement -

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં મિત્રએ પેટ્રોલ લઇ આવવાનું કહેતાં પેટ્રોલ નહીં લઇ આવતા મિત્ર ઉપર છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસનગર જૂના બ્લોક નંબર 1084 માં રહેતાં અને છુટક મજૂરી કામ કરતા રાકેશ નાનજીભાઈ જેઠવા (ઉ.વ.29) નામના યુવાનને મેહુલનગર ટેલીફોન એકસચેન્જ પાસે તેના મિત્ર જયદિપ સોલંકીના એકસેસ બાઈકમાં પેટ્રોલ પુરૂ થઈ જતાં રાકેશને પેટ્રોલ લઇ આવવાનું કહ્યું હતું. પરંતુ રાકેશ પેટ્રોલ લઇ આવ્યો ન હોવાથી આ બાબતનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે કેવલિયા વાડી ખુલ્લા પ્લોટમાં રાકેશ તેના મિત્ર સાથે બેઠો હતો તે દરમિયાન જયદીપ સોલંકીએ આવીને અચાનક જ રાકેશના પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં રાકેશને હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એએસઆઇ એફ જી દલ તથા સ્ટાફે રાકેશના નિવેદનના આધારે જયદીપ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular