દેવભૂમિ દ્વારકામાં રહેતી મહિલા જામનગરમાં સાત રસ્તાથી રીક્ષામાં બેસી જી. જી. હોસ્પિટલ આવતા હતાં તે દરમિયાન રોકડ રકમ અને મોબાઇલ ભરેલી બેગ રીક્ષામાં ભૂલી જતાં પોલીસે રોકડ સહિતનો સામાન મહિલાને પરત કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકામાં રહેતાં મનિષાબેન ગોપાલભાઇ મોટીવરસ (ઉ.વ.42) નામના મહિલા હોસ્પિટલના કામે જામનગર આવ્યા હતા અને સાત રસ્તા પરથી ઓટો રીક્ષામાં બેસી જી. જી. હોસ્પિટલ ગયા હતાં અને તે દરમિયાન રીક્ષામાં દશ હજારની કિંમતનો મોબાઇલ અને રૂા.7200 ની રોકડ ભરેલી બેગ રીક્ષામાં ભુલી ગયા હતાં. આ અંગેની જાણ પોલીસમાં કરી હતી. જેના આધારે ડીવાયએસપી વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી પી જાડેજા તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પારુલબા જાડેજા, દિવ્યાબેન આઠુ, પ્રિયંક કનેરીયા, પ્રિતેશ વરણ, રોહન સાયાણી અને ટીઆરબી જવાન વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે જુદા જુદા સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ કરી તેની પાસેથી રૂા.17200 નો મુદ્દામાલ ગણતરીના કલાકોમાં જ દ્વારકાની મહિલાને પરત સોંપ્યો હતો. જેથી મહિલાએ પોલીસની ઉમદા કામગીરીને સરાહનીય ગણાવી આભાર વ્યકત કર્યો હતો.