ભગવાન દ્વારકાધીશ પર અપાર શ્રધ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અંબાણી પરીવારના યુવા સુકાની અનંત અંબાણી શુક્રવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં છપ્પન ભોગના દર્શન કરી, અનંત અંબાણીએ ધન્યતા અનુભવી હતી. પુજારી જયેશભાઈ ઠાકર દ્વારા અનંત અંબાણીને શાસ્ત્રોકત વિધિથી પાદુકા પૂજન કરાવી, આશીર્વચન આપ્યા હતા.