જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં બાઈક પર જતાં બે યુવકોને શખ્સે સામે જોવાની બાબતે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 58 વિસ્તારમાં રહેતો સુભમ સુરેશભાઈ કનખરા (ઉ.વ.18) નામનો યુવક તેના મિત્ર સુજલ લખીયાર સાથે તેની બાઈક પર દિ.પ્લોટ 54 વિસ્તારમાંથી પસાર થતા હતાંતે દરમિયાન ચિરાગ અશોક ગંઢા નામના શખ્સનું બાઈક સામેથી આવી જતાં ચિરાગે તું કેમ મારી સામે જોવે છે ? તેમ કહી ગાળો કાઢી સુભમને ફડાકા ઝીંકયા હતાં અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં હેકો એલ. કે. જાદવ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.