જામનગર પોલીસ ટીમે અરજદારના સોનાના દાગીના સહિતનો ખોવાયેલો સામાન શોધી અરજદરને પરત અપાવ્યો હતો.
આ અંગેન વિગત મુજબ મુંગણી ગામના દિવ્યરાજસિંહ મંગલસિંહ જાડેજા તેમના બહેનના ઘરે લગ્નમાં જામનગર આવ્યા હતા. જયાં ટાઉનહોલથી સંતોષી માતાના મંદિર સુધી રીક્ષા મારફતે બહેનના ઘરે જતી વખતે રૂા. 90,000ની કિંમતનો સોનાના ચેન, વીટી તથા કપડાં ભરેલ થેલો રીક્ષામાં ભૂલી જતાં પોલીસને જાણ કરી હતી.
ડીવાયએસપી મહેન્દ્રસિંહ બી. સોલંકીના માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના પીએસઆઇ પી.પી.જાડેજા તથા સ્ટાફના રાધેશ્યામ અગ્રાવત, પરેશભાઇ ખાણધર, લીલાબેન મકવાણા, દિવ્યાબેન વાઢેર, રેખાબેન દાફડા તથા એન્જીનિયરઓ પ્રીયંકભાઇ, પ્રીતેષભાઇ, દિલીપભાઇ સહિતના અધિકારી/કર્મચારી દ્વારા તપાસ હાથ ધરી હતી અને અલગ સીસીટીવીની મદદથી રીક્ષા ચાલકને શોધી ગણતરીની કલાકમાં અરજદારને તેમનો કિંમતી સામાન પરત કર્યો હતો. પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના અધિકારી તેમજ ટેકનિકલ ટીમે તપાસ કરી અરજદાર કિંમતી સામાન પરત કરી સારી કામગીરી કરી ઉમદા કાર્ય કાર્ય કર્યું હતું.