Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે શિયાળાની સવારે કડવુકડિયાતું પીવાનું શરૂ કર્યુ કે નહીં ? જાણો...

શું તમે શિયાળાની સવારે કડવુકડિયાતું પીવાનું શરૂ કર્યુ કે નહીં ? જાણો તેના ફાયદા….

- Advertisement -

શિયાળાની ઋતુનું આગમન થઈ ચૂકયું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીએ રંગ જમાવ્યો છે. સર્વત્ર લોકોએ કબાટમાંથી સ્વેટર જેકેટ કાઢીને પહેરતા થઈ ગયા છે. ત્યારે શિયાળાની સવારમાં તમારા શરીરને તંદુરસ્તી પ્રદાન કરતું એક પીણું એટલે કડવુકડિયાતુ પણ દેખાવા લાગ્યું છે. ત્યારે શું તમે શિયાળાની સવારે કડવુકડિયાતુ પીવાનું શરૂ કર્યુ કે નહીં ??? જાણો તેના કેટલાંક ફાયદાઓ…

- Advertisement -

આયુર્વેદિક દુનિયાના અમન ચુડામસા કહે છે કે, કડવુકડિયાતુ આપણા શરીરને અનેક રીતે ફાયદાકારક છે જેમ કે,

1. ગરમી પ્રદાન કરે છે:
કડવું કડિયાતું શરીરને અંદરથી ગરમ રાખે છે. જે શિયાળાની ઠંડી સામે રક્ષણ આપે છે.
2. આંતરિક શકિત વધારે છે:
કડવુકડિયાતુ પાંચનતંત્રને મજબુત બનાવે છે અને પાચનશકિતમાં વધારો કરે છે.
3. રોગપ્રતિકારક શકિત વધારે છે:
શિયાળામાં થતી સામાન્ય તકલીફો ેમ કે રદ અને ઉધરસ સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે.
4. રકત પ્રવાહ સુધારે :
કડવુકડિયાતું પીવાથી શરીરમાં રકતપ્રવાહ સારી રીતે થાય છે જેનાથી હૃદયની તંદુરસ્તી માટે ફાયદો થાય છે.
5. જાડાપણુ ઘટાડે છે :
કડવુકડિયાતુ શરીરમાં મેટાબોલિઝમ વાધારવામાં મદદરૂપ થાય છે. જે વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે.
6. જમવાની ઈચ્છા વધે :
શિયાળામાં કડવુકડિયાતુ પીવાથી ભુખ વધે છે અને શરીર પોષક તત્વોને સજીવ રીતે શોષી શકે છે.
7. ચમકદાર ત્વચા આપે :
કડવુકડિયાતુ શરીરમાંથી ટોક્સિન કાઢી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
8. શરદી-ખાંસીમાં રાહત:
તે ઉષ્માપ્રદ હોય છે. જે શરદી-ખાંસી જેવી તકલીફોમાં રાહત આપે છે. આમ, શિયાળાની સવારમાં રોજેય કડવું કડિયાતું પીવાથી શરીરને કેટલાય ફાયદા થાય છે. તો તમે પણ શરૂ કરી દો કડવુકડિયાતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular