Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આંગણે 'રાસ રસીયા-2023'ના સથવારે ગરબા પ્રેમીઓએ ધૂમ મચાવી - VIDEO

જામનગરના આંગણે ‘રાસ રસીયા-2023’ના સથવારે ગરબા પ્રેમીઓએ ધૂમ મચાવી – VIDEO

- Advertisement -

ગુજરાતીઓના સૌથી પ્રીય તહેવાર નવરાત્રિનો ગઈકાલે દિવસ હતો. સમગ્ર ગુજરાતમાં લોકોએ ખૂબ ધામધૂમથી આ પર્વની ઉજવણી કરી હતી. ત્યારે જામનગરમાં પણ નવરાત્રિની લોકોએ ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી હતી. માતાજીની આરાધના સાથે સાથે આખા વર્ષથી જે પર્વની રાહ જોતા ખેલૈયાઓ બેઠા હોય છે. તેમણે ગરબાના તાલ સાથે પોતાના પગને પરકાવીને ધુમ મચાવી હતી.

- Advertisement -

ત્યારે જામનગરમાં રાસ રસીયા 2023 ના આયોજકો દ્વારા જામનગરના ગરબાપ્રેમીઓ માટે ખૂબ સુંદર ગરબા ઇવેન્ટ યોજી હતી. ખૂબ સુંદર વિશાળ ગ્રાઉન્ડ, જોરદાર મ્યુઝિક સીસ્ટમ, મનને ગમી જાય તેવા ડીજેના ટ્રેક તેમજ લોકોની સાથે સતત જોડાયેલા રહે તેવા એન્કરને સાથે રાસ રસીયાની પુરી ટીમને જામનગરના લોકો દ્વારા ખૂબ જ પ્રતિસાદ મળ્યો લોકોએ કોઇપણ જાતની તકલીફ વગર પરિવાર અને મિત્રવર્તુળ સાથે આ ગરબાની મોજ માણી હતી. અને રાસ રસિયા દ્વારા પણ લોકોને સતત કંઈકને કંઈક નવું પીરસાયું હતું. ગરબા રાઉન્ડની વચ્ચે ઈન્ટરસ્ટીંગ ગેમ્સ, ઢોલ અને શરણાઈના તાલે ગરબા તેમજ ફટાકડાની આતશબાજી તો ખરી જ. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના સહકારથી પુરેપુરી સેફટી અને સિકયોરીટી પણ હતી. ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ બજરંગદળ તેમજ દુર્ગાવાહિની દ્વારા ગરબા રમવા આવતા દરેકને પ્રવેશની સાથે સાથે તીલક પણ કરી આપવામાં આવતું હતું. આમ નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન જામનગરના લોકોએ રાસ રસીયા 2023 ની ટીમ સાથે ખૂબ જાજા કરીને ગરબાની રમઝટ બોલાવી હતી. અને આ કાર્યક્રમની સફળ બનાવ્યો હતો.

- Advertisement -

રાસ રસીયાના આયોજક રાજદીપસિંહ રાઠોડ અને યશ ભણસાલી તથા ટીમે સમગ્ર આયોજનને સફળ બનાવવામાં કોઇ કસર છોડી ન હતી. આ ઉપરાંત ડી.જે. સીહ, મોગલ સાઉન્ડ જામનગર, 7 સ્ટાર સ્ટુડિયો, એંકર માધવી બુજડ અને જેની શાહની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ દુર્ગાવાહિની દ્વારા પણ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular