જામનગર શહેરમાં ચાંદીબજારમાં આવેલા શેઠજી દેરાસરમાં આવેલ 24 તિર્થંકરોમાંના પ્રથમ આદેશ્ર્વર ભગવાનના જિનાલયમાં ગઇકાલે આદેવશ્ર્વર ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણક હતો. જે નિમિત્તે સવારે 6:30 કલાકે સંગીત સાથે સ્નાત્ર મહોત્સવ, સવારે 8 કલાકે દાદાને પક્ષાલ પૂજા (દાદાને ભવ્યાતિભવ્ય અંગરચના) તથા રાત્રે 8:30 કલાકે ભક્તિ ભાવના મુંબઇના સંગીતકાર કેૈવનભાઇ દ્વારા ભણાવવામાં આવી હતી.
ત્યારબાદ ભગવાનને મંગળદિપક-આરતી ઉતારવામાં આવી હતી. જેનો જૈન ભાઇઓ-બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તા. 18ને શુક્રવારના રોજ આદેવશ્ર્વર ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવશે.