કેશોદના ખીરસરા ગામે એક વિશાળ પાણીની ટાંકી ધરાશાઈ થઇ છે. તેનો વિડીયો સામે આવ્યો છે. આશરે 40 વર્ષ જૂની 1.5લાખ લીટર પાણીની ક્ષમતાની ઓવરહેડ ટેંક જમીનદોસ્ત થઇ ગઈ છે. ગામલોકોએ તંત્રને અનેક વખત રજુઆતો કરવા છતાં આ અંગે કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે બપોરના સમયે જર્જરિત ઓવરહેડ ટેન્ક ધરાશાઈ થઇ છે. અહીં બાજુમાં આવેલ ગોડાઉન પાસે ચણા ભરેલ ટ્રક હતા તે પણ પલળી ગયા છે. તેમજ નજીકમાં આવેલ ડેરીમાં અને રીક્ષામાં પણ નુકશાન થતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અને હજારો લીટર પાણીનો વ્યય થયો છે.