જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આજથી કેસર કેરીની હરરાજના શ્રી ગણેશ થયા છે. યાર્ડમાં 400 જેટલા બોકસની આવક થઈ હતી અને આ બોકસનો ભાવ 1000 થી 2000 જેટલો રહ્યો હતો.
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં આજથી કેસર કેરીની હરરાજીનો પ્રારંભ થયો હતો અને પ્રારંભે જ 400 બોકસની આવક થઈ હતી. બોકસના 1000 થી 2000 જેટલો ભાવ બોલાયો હતો. દર વર્ષ કરતા એક મહિનો વહેલી હરાજી જોવા મળી હતી. છૂટક એક કિલો કેસર કેરીના 200 થી 250 નો રહ્યો હતો. કેરીના વેપારીઓનું કહેવું છે કે, આગમી દિવસોમાં કેરીની આવકમાં વધારો થશે જ્યારે ભાવમાં ઘટાડો જોવા મળશે.
બીજી તરફ કમોસમી વરસાદને કારણે તાલાલા પંથક તેમજ ગીર પંથકમાં વરસાદ પડતા કેરીનો પાકને નુકસાનનો સામનો કરવો પડયો છે. આશરે 20 થી 25 ટકા જેટલું કેરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોમાં કેરીના ભાવોને લઇને ચિંતા પોતાની મહેનતના પૈસા ઉપજાવવાની આશા સાથે કેરીની હરાજીના શ્રીગણેશ કરાયા હતાં.