કેરળ કોરોનાની ત્રીજી લહેરમાં એપી સેન્ટર બનવા જઇ રહ્યું હોય તેમ એક દિવસમાં રેકોર્ડ બ્રેક 32000 થી વધુ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ દેશમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન 45000 થી વધારે નવા કેસ મળી આવ્યા છે. કેરળની ખરાબ સ્થિતિ સમગ્ર દેશમાં ચિંતા વધારી રહી છે.
કોરોનાના કેસમાં થોડી રાહત મળે ત્યાં જ ફરી કેસ વધતા સૌ કોઇની ચિંતા વધારી દીધી છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ઉતાર -ચઢાવનો ક્રમ સતત ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45,352 નવા કેસ મળી આવ્યા છે અને 366 લોકોના મોત થયા છે. 34, 791 લોકોને રજા આપવામાં આવી હતી. નવા આંકડા બાદ દેશમાં કોરોનાના કુલ કેસો વધીને 3,29,03,289 થઈ ગયા છે. દેશમાં 3,99,778 એક્ટીવ કેસ, 3,20,63,616 લોકોને રજા આપવામાં આવી અને 4,39,895 ના મોત થયા. નવા કેસ મળ્યા બાદ દેશમાં એક્ટીવ કેસોની સંખ્યામાં 10,195 નો વધારો થયો છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 29 લાખ 3 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 39 હજાર 895 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 20 લાખ 63 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટીવ કેસોની સંખ્યા ચાર લાખ છે. કુલ 3 લાખ 99 હજાર 778 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાની ત્રીજી લહેરનું એપી સેન્ટર બનશે કેરળ?
કેરળમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 32000 થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા: દેશમાં છેલ્લા 24 કલાકમાં 45000 થી વધુ નવા કેસ: 366 કોરોના દર્દીઓના મોત: તહેવારી સીઝન જોતા વધી રહી છે ચિંતા