સમગ્ર ભારતમાં તા. 7 થી 17 સુધી શિક્ષા પર્વ મનાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે કેન્દ્રીય વિદ્યાલય નં.2 ઇન્ફોેનરી લાઇન્સ જામનગરમાં પણ શિક્ષા પર્વનું આયોજન કરાયું હતું. શિક્ષા એ દરેકના જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા. 7ના રોજ અનેક નવી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિ 2020ના અમલીકરણ માટે અનેક નવી આધુનિક તકનિક અને પધ્ધતિઓનો ઉપયોગ થઇ રહ્યો છે.
ત્યારે શિક્ષા પર્વ અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલયની ઉજવણીમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને નવી શિક્ષણનીતિના વિવિધ આવામો ઉપર માર્ગદર્શન મેળવ્યુ હતું. આ તકે શાળાના આચાર્ય રમેશ પાંડે અને સીસીએ કોર્ડિનેટર મૌલિક પરમારે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.