Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હીમાં કોલસાની કમીના કારણે મોટું વીજસંકટ !, કેજરીવાલે પ્રધાનમંત્રીને પત્રમાં જણાવ્યું કે...

દિલ્હીમાં કોલસાની કમીના કારણે મોટું વીજસંકટ !, કેજરીવાલે પ્રધાનમંત્રીને પત્રમાં જણાવ્યું કે…

- Advertisement -

- Advertisement -

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના લોકોને વીજળીનો સામનો કરવો પડી શકે છે અને તેમની સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે પગલાં લઈ રહી છે. અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે દેશની રાજધાનીને વીજળી પૂરી પાડતા પાવર પ્લાન્ટ્સને પૂરતો કોલસો અને ગેસ આપવામાં આવે નહિતર દિલ્હીમાં કોલસાની કમીના કારણે મોટું વીજસંકટ ઉભું થઇ શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શહેરને વીજળી પહોંચાડતા જનરેશન પ્લાન્ટમાં કોલસા અને ગેસની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તેમના હસ્તક્ષેપની માંગ કરી છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીને વીજળીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હું વ્યક્તિગત રીતે આ સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. અમે આવી પરિસ્થિતિને ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન, મેં માનનીય પ્રધાનમંત્રીને વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરવા પત્ર લખ્યો છે. “

- Advertisement -

પીએમ મોદીને લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે શહેર ઓગસ્ટથી કોલસાની અછતનો સામનો કરી રહ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હું કોલસાની અછતની સ્થિતિ તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું જે ઓગસ્ટ/સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને હવે ત્રણ મહિના થવા જઈ રહી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીને વીજળી સપ્લાય કરતા મુખ્ય કેન્દ્રીય ઉત્પાદક પ્લાન્ટ પ્રભાવિત થયા છે.”

દિલ્હી સરકારમાં ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે દેશભરમાં કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં કોલસાની ભારે અછત છે. જે પ્લાન્ટમાંથી દિલ્હીને વીજળી મળે છે, ત્યાં 1 દિવસનો સ્ટોક બાકી છે, ત્યાં બિલકુલ કોલસો નથી. તેથીજલદીથી કોલસાનું પરિવહન કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular