Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ઓલ વોર્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ કેદાર લાલ કપનો આવતીકાલે ફાઇનલ

જામનગરની ઓલ વોર્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ કેદાર લાલ કપનો આવતીકાલે ફાઇનલ

શહેરના પ્રદર્શન મેદાન પર એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન આયોજિત ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ વોર્ડની ટીમો રમી : આવતીકાલે ફાઇનલ મેચ પછી ઇનામ વિતરણ સમારોહનું આયોજન

- Advertisement -

જામનગર શહેરના તમામ વોર્ડની ટીમો માટેની ઓલ વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ કેદાર લાલ કપ રાત્રી પ્રકાશ ક્રિકેટ સ્પર્ધાનો ફાઇનલ મેચ આવતીકાલ તા. 12ના રાત્રે 8 વાગ્યે પ્રદર્શન મેદાન પર રમાશે સાથે જ આ ટૂર્નામેન્ટનો ઇનામ વિતરણ સમારોહ પણ મેચ પૂર્ણ થયા પછી આયોજીત કરવામાં આવ્યો છે.

- Advertisement -

શહેરના હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા શહેરના તમામ વોર્ડના દરેક કોર્પોરેટરો તેમજ દરેક વોર્ડની ભાજપ સમિતિના પ્રમુખો અને શહેર ભાજપ પ્રમુખ ઇલેવનની ટીમો માટે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવતાં ક્રિકેટ રસીકોમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

શહેરના પ્રદર્શન મેદાન પર તૈયાર કરાયેલા સુવિધાપૂર્ણ મેદાન પર 10-10 ઓવરની રમાયેલી મેચોનો આખરી રસાકસી પૂર્ણ જંગ આવતીકાલ તા. 12ના રોજ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. કેદાર લાલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટના આ ફાઇનલ મેચ પછી ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે ઉપસ્થિત રહેવા જામનગરના ક્રિકેટ પ્રેમીઓ સહિત તમામ નગરજનોને આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઇ લાલે અનુરોધ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular