Monday, December 15, 2025
Homeરાજ્યજામનગરકેડીઓ હાલાર યુવા રમતોત્સવ યોજાયો - VIDEO

કેડીઓ હાલાર યુવા રમતોત્સવ યોજાયો – VIDEO

5 થી 40 વર્ષ સુધીના ખેલાડીઓએ ક્રિકેટ, દોડ, કેરમ, કબડ્ડી-ખોખો સહિતની રમતો રમી : શહેર ભાજપ પ્રમુખ, પૂર્વમંત્રી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોએ રમતોત્સવને ખુલ્લો મુકયો

કેડીઓ મહાજન જામનગર દ્વારા કેડીઓ હાલાર યુવા રમતોત્સવનું ગઇકાલે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાજનના યુવાઓએ હોશભેર રમતોત્સવમાં જોડાયા હતાં અને વિવિધ રમતો રમી હતી. જેમણે ઇનામોથી સન્માનવામાં આવ્યા હતાં.

- Advertisement -

હાલાર પ્રદેશમાં વસતા યુવાઓમાં નવી ચેતના સાથે ઉત્સાહ જગાડવા અને યુવા સંગઠન મજબુત કરવાના હેતુસર હાલારના ઇતિહાસમાં પ્રથમ વખત કેડીઓ મહાજન જામનગરના નેજા હેઠળ હાલાર પ્રદેશના યુવાઓ દ્વારા આયોજીત એક દિવસીય યુવા રમતોત્સવનું આયોજન ગઇકાલે રવિવારે કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર સંચાલન હાલાર પ્રદેશના યુવાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ એક દિવસીય યુવા રમતોત્સવમાં 50, 100 મીટર દોડ, કબડ્ડી, ખોખો, બેડમીન્ટન, ક્રિકેટ, ચેસ, ટેબલ ટેનીસ, મ્યુઝીકલ ચેર સહિતની 16 જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 વર્ષથી લઇ 40 વર્ષ સુધીના 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં વિજેતા થયેલ ખેલાડીઓને ઇનામોથી સન્માનવામાં આવ્યા હતાં તેમજ ક્રિકેટમાં વિજેતા ટીમ, રનર્સઅપ ટીમ, બેસ્ટ બેસટમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, સહિતના ઇનામો આપવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ યુવા રમતોત્સવને જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ભારતીય જૈન સંગઠન (બીજેએસ)ના પ્રમુખ જીગ્નેશભાઇ શાહ, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી આર.કે. શાહ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, સમસ્ત કેડીઓ મહાજન હાલાર પ્રદેશ પ્રમુખ સુનીલભાઇ લોડાયા, હરીયા કોલેજના ડાયરેકટર ડો. અજયભાઇ લોડાયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આ રમતોત્સવને ખુલ્લો મુકયો હતો. આ રમતોત્સવનું સંચાલન નંદની ગોસરાણી તથા એકતા લોડાયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular