જામનગર શહેરમાં જૈનના તમામ ફિરકાઓમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી મ.સા.નો ગઇકાલે ચાતુર્માસ પરિવર્તનનો દિવસ હતો. શહેરના શેઠજી જિનાલય પેઢી સંચાલિત પાઠશાળા, પેલેસ શ્રી મહાવીર સ્વામી જિનાલય, પટેલ કોલોની શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, પોપટ ધારશી જિનાલય વગેરે ઉપાશ્રયોમાં પણ ચાતુર્માસ પરિવર્તનના પ્રોગ્રામો યોજાયા હતાં.
શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતી, જ્યોતિવિનોદ જૈન ઉપાશ્રય જામનગર ખાતે ચાર્તુમાસ બિરાજમાન 5. પુ.આચાર્ય ભગવંત ભક્તિ સુરીશ્રવરજી સમુદાયના પ.પૂ. મુનિરાજ હેમંતવિજય મ. સા. તથા 5. પુ મુનિરાજ દેવરક્ષિત મ.સા. તથા સાધ્વીજી પ.પૂ. મોક્ષાનંદાશ્રીજી મ.સા. તથા પ્રશમધર્માશ્રીજી મ. સા. આદી ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે સકલ સંઘે ગઇકાલે પાઠશાળા હોલમાં સવારે 6:30 કલાકે પટ્ટ જુહારવાની ક્રિયા ક વા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન બેન્ડની સુમધુર સુરાવલી સાથે ચાંદીબજાર ચોકના ચાર દેરાસરની પ્રદક્ષિણા કરી ક્ધયા શાળા, બેડી ગેઈટ થઈ અજિતનાથજી દેરાસર ચૈત્યવંદન કરી અજીતનાથ રેસિડેન્સી-2એ પધારેલ હતાં. ત્યાં શેત્રુંજય મહાત્મ્ય ઉપર પ્રવચન મુનિ હેમન્તવિજયજી મ.સા.એ ફરમાવેલ હતું. મુનિએ જણાવ્યું હતું કે, પાણી અને જિનવાણીનું પવિત્ર પર્વ એટલે ચાતુર્માસ તપ અને ત્યાગની મૌસમ એટલે ચાતુર્માસ. આ ચાતુર્માસ પરિવર્તનનો નાદ ગગનમાં ગાજે છે. પાણીની સિઝન એટલે અધિક જીવોત્પત્તિની સિઝન કહેવાય છે. જીવદયાનું ઉત્કૃષ્ટ આદર્શને સમાજ-દેશ-પરદેશ અને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્ેશ્યથી સાધુ-સાધ્વી ભગવંતો પણ વર્ષાકાળમાં વિહાર કરતાં નથી. એક સંઘમાં ચાતુર્માસ કરીને આરાધના કરે અને સંઘના શ્રાવક-શ્રાવિકાઓને આરાધના કરાવે છે.
સવારે 10 થી 5 સુધી પટ્ટના દર્શન અમૃતવાડીએ યોજાયા હતાં. પટ્ટના દર્શન કરવા પધારશે તેઓએ ટિમણ (પ્રસાદ)નો સવારે 10થી સાંજે 5 સુધી લીધો હતો. બપોરે 2.30 કલાકે નવાણું પ્રકારી પૂજા શ્રી મહાવીર જૈન સંગીત મંડળે ભણાવેલ હતી.