જાણીતા ટીવી એક્ટર કરણ મેહરાની પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રે કરણ મેહરા વિરુદ્ધ તેની પત્ની નિશા રાવલે ગોરેગાંવમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું કે નિશાએ આ ફરિયાદ બંને વચ્ચે થયેલા વિવાદ બાદ કરી હતી. કરણ અને નિશા વચ્ચે ખરેખર શું થયું તેની સંપૂર્ણ વિગતો સામે આવી નથી. પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે.
કરણ મેહરા અને નિશાના લગ્ન જીવનમાં ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. જોકે, કરણે આવા સમાચારોને માત્ર અફવાઓ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બંને વચ્ચેનો સંબંધ મજબૂત છે. ત્યારે તેની પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરને તેને એ હદે માર માર્યો કે તેને માથામાં ટાંકા લેવા પડ્યાં હતાં. ફરિયાદ બાદ પોલીસે કરન મેહરાની ધરપકડ કરી હતી. અને તે આખી રાત પોલીસ સ્ટેશનમાં રહ્યો હતો.
કરન તથા નિશાએ છ વર્ષના ડેટિંગ બાદ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાટ ટીવી સિરિયલ ‘હંસતે હંસતે’ના સેટ પર થઈ હતી. બંને 2017માં દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. કરને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નૈતિકની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલમાં તેણે 7 વર્ષ સુધી કામ કર્યું હતું. અને તેમાં તે ઘણો લોકપ્રિય થયો હતો.