કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપીલ સિબ્બલે સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી રાજયસભા માટે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત સપા તરફથી રાજયસભા માટે અખીલેશના પત્ની ડિમ્પલ યાદવ અને જાવેદ અલીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. આજે લખનઉમાં કપીલ સિબ્બલે રાજયસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે સપા. પ્રમુખ અખીલેશ યાદવ અને રામગોપાલ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતાં. કપીલ સિબ્બલે જણાવ્યું હતું કે, તેમણે 16મી મે એ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને સમાજવાદી પાર્ટી જોઇન કરી હતી. કપીલ સિબ્બલના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.