જામનગર એસઓજીના પીઆઇ એસ.એસ.નિનામાની સુચના મુજબ ટીમ દ્વારા લાલપુર તાલુકાના કાનાલુસમાંથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. જે કોઇપણ પ્રકારની તબિબી ડિગ્રી ન હોવા છતાં લોકોને દવાઓ આપી પૈસા વસુલતો હતો.
બે પીએસઆઇ વી.કે.ગઢવી તથા આર.વી.વીંછીના માર્ગદર્શન પ્રમાણે એસઓજીની ટીમે સુફલ મંડલ નામના શખ્સને કાનાલુસમાંથી ઝડપી લીધો છે. તેની પાસેથી સ્ટેથોસ્કોપ, બી.પી માપવાનું યંત્ર, બ્લુકોઝના બાટલા, ઇંજેકશન તથા દવાઓ કબ્જે લેવામાં આવ્યા છે. આ શખ્સ વિરૂધ્ધ ગુજરાત મેડિકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.