ભારતીય મહિલા ડિસ્ક્સ થ્રો એથ્લીટ કમલપ્રીત કૌરે આજે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની સફર પૂરી કરી છે. કમલપ્રીતે તેના 6 પ્રયાસોમાં 63.70 મીટરના મહત્તમ અંતર સાથે ડિસ્ક ફેંકી છે. કમલપ્રીતે ક્વોલિફિકેશનમાં 64 મીટર દુર ડિસ્ક્સ થ્રો ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
કમલપ્રીત આ ફાઈનલમાં છઠ્ઠા નંબરે રહી. કમલપ્રીતે બે વાર 65 મીટરનો આંકડો પાર કરેલો છે. તેણે માર્ચમાં ફેડરેશન કપમાં 65.06 મીટરનો થ્રો ફેંકીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. 65 મીટર પાર કરનારી તે પહેલી ભારતીય મહિલા છે.
યુએસએની વાલેરી ઓલમેને 68.98 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો જયારે જર્મનીની ક્રિસ્ટિન પુડેન્ઝ 66.86 મીટર સાથે સિલ્વર અને ક્યૂબાની યાઈમે પેરેઝે 65.72 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.